"
Friendship Day Celebration
મિત્ર ની પરિભાષા સાદા શબ્દો માં કહી તો જ્યારે જરૂર હોય કે ના હોય ,યાદ કરતા પહેલા ફોન કરી ને કે " તું તો બહુ મોટો માણસ થઈ ગયો છું ને બે દિવસ થી કોઈ ફોન નહિ."
મિત્રતા ની વાતો તો કૃષ્ણ સુદામા થી લખાયેલી છે.હું તો નસીબદાર છું કે મારે આ મિત્ર રૂપી ઘરેણું બહુ મોટું મળ્યું છે.
આમ તો frship day ના કોઈ દિવસ ના હોય તે તો જ્યારે મળીએ તે દિવસ frship day જ ગણાય.
આ વખતે મિત્ર DR KINNAV SHAH ( એક માત્ર બિલ્ડર મિત્ર) ના પ્લોટીંગ સ્કીમ KALRAV 3 માં જવાનો મોકો મળ્યો.નલ સરોવર અને બાવળા જતા રસ્તા માં આવેલી સુંદર અને કુદરતી સાનિધ્ય માં શહેરી સગવડ વાળી ( gym, indoor game,outer game ground swimming pool, cafeteria) સ્કીમ.
Ploting સ્કીમ મોટા ભાગે મધ્યમ વર્ગ ના માટે આશીર્વાદ ગણું છું.દરેક નું સપનું હોય છે કે પોતાનું ફાર્મ હાઉસ જેવું ઘર હોય જ્યાં મુકતમને કુદરતી સાનિધ્ય માની શકે પણ અમદાવાદ અને તેની આસપાસ ના જમીન ના ભાવ સાંભળી લોકો ના સપના સપના જ રહી જાય છે.આવી સ્કીમ માં સાવ ઓછા બજેટ માં ઘર અને ફાર્મ ની સુવિધા મળી જાય.સસ્તું જોઈતું હોય તો શહેર છોડવું પડે.
મિત્ર નું છે એટલે ગર્વ તો થાય પણ પછી બોલાઈ જાય બહુ કમાયો લાગે હિરો.